(Source: ECI/ABP News/ABP Majha)
Patan Accident : પાટણમાં ભયંકર અકસ્માત , એક જ પરિવારના 4ના મોતથી અરેરાટી
પાટણ: હાઈવે પર ભયાનક અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત
પાટણના ચાણસમાં હાઈવે ઉપર ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. રામગઢ પાટિયા પાસે છોટા હાથી અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં ચાર લોકો સવાર હતા અને ચારેયના ઘટનાસ્થળે મોત થઈ ગયા. મૃતકોમાં માતા-પિતા, 10 વર્ષીય પુત્રી અને પાંચ વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે.
મૃતક ઠાકોર પરિવાર મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વળા ગામનો વતની હતો. ધંધાર્થે મહેસાણાના કડી તાલુકાના બુડાસણ ગામમાં રહેતો હતો. દિવાળી ઉજવવા માટે વતન જઈ રહ્યા હતા અને એ જ સમયે રસ્તામાં અકસ્માત થયો.
પાટણ જિલ્લાના ચાણસમાં હારીજ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે. ચાણસમાંથી હારીજ તરફ જતા આ મુખ્ય હાઈવે ઉપર લોડિંગ વાહન અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વળા ગામનો આ પરિવાર હતો અને રોજગારી માટે કડીના બુરાસણ ગામે ફેક્ટરીમાં નોકરી કરતો હતો. જો કે દિવાળીનો સમય છે અને દિવાળીની રજા પડતા આ પરિવાર પોતાના બે બાળકો સાથે પોતાના વતન જવા નીકળ્યો હતો. ત્યારે હારીજ અને ચાણસમા વચ્ચે જે રામગઢ ગામનું પાટીયું છે ત્યાં અકસ્માતની ઘટના બની જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. શંભુજી ઠાકોર (ઉંમર 37 વર્ષ), આશાબેન શંભુજી (ઉંમર 35 વર્ષ), પ્રિયાબેન શંભુજી (ઉંમર 11 વર્ષ) અને વિહાન (ઉંમર 9 વર્ષ) ના મોત થયા છે.