Mehsana news: બહુચરાજી મંદીર અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય, આ ખર્ચ જાય છે ક્યાં તે સૌથી મોટો સવાલ?
મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં ગંદકીથી પરેશાન લોકોએ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપી ગંદકી દૂર કરવા કરી રજૂઆત. બહુચરાજી મંદીર અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.. અહીં આવતા યાત્રાળુઓ અને સ્થાનિકો ગંદકીથી છે પરેશાન.. મામલતદારે પણ સ્વીકાર્યુ કે મંદિર અને આસપાસના વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ વધારે છે. સાથે જ હૈયાધારણા આપવામાં આવી કે આ ગંદકીને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો આ મામલે બહુચરાજી ગ્રામ પંચાયતના સરપંચ તો હકીકતને પણ સ્વીકારવા તૈયાર નહોતા. તેમણે તો કહ્યું કે સફાઈ કરવામાં આવે છે.. પણ ક્યાંક ગંદકી હશે, તો તેને દૂર કરવામાં આવશે. આ ગંદકી જોઈને સવાલ એ થાય છે કે સ્વચ્છતા અભિયાન પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે.. તો એ ખર્ચ જાય છે ક્યાં. શું સ્થાનિક પ્રશાસનની ગંદી નીતિ આ ગંદકી પાછળ જવાબદાર છે.




















