Nitin Patel on By Poll Election: પેટા ચૂંટણીની જાહેરાત બાદ નીતિન પટેલનું નિવેદન
આજે રાજ્યની બે વિધાનસભાની પેટા ચૂંટણીની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની આજે સવારે જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણી આગામી 19 જૂને યોજાશે, અને 23 જૂને પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણી માટે 26 મેથી ફોર્મ ઉમેદવારો ભરવાની શરૂઆત કરશે, 2 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે, અને 23 જૂને પરિણામો આવી જશે. હવે આ બધાની વચ્ચે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ છે.
આજે કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરી હતી, આ દરમિયાન નીતિન પટેલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવારોને લઇને નિવેદનો આપ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, કડીમાં ભાજપની જીત નક્કી છે, જ્યારે કોંગ્રેસનો ઉમેદવાર બનવા કોઇ તૈયાર નથી.
















