શોધખોળ કરો
મહેસાણામાં લૂંટ વીથ મર્ડરની ઘટના, ત્રણ આરોપીની ધરપકડ
મહેસાણામાં લૂંટ વીથ મર્ડરની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વડનગર માં એક લાશ મળેલ જોકે આ લાશ લાડોલના મણિલાલભાઈ પટેલ ની હોવાનું સામે આવેલ ત્યારે મણિલાલ ભાઈ ની હત્યા કરી કોઈએ રોડ ની સાઇટમાં ફેકી દીધેલ જેથી હત્યાનો ગુનો અકસ્માતમાં ખપાઈ જાય. જોકે પોલીસ ને શંકા જતાં પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું કે એક કારમાં ત્રણ લોકો ઘાતક હથિયાર સાથે મહેસાણા તરફ આવી રહ્યા છે ત્યારે પોલીસે નાકા બાંધી કરી સિફ્ટ કાર ને રોકતા આ સંદીપ પટેલ, સંજય રાવળ અને યોગેશ રાવળ મળી આવેલ અને કારમાથી બે પિસ્તોલ અને છ જીવતા કારતૂસ મળી આવેલ ત્યારે પોલીસે તપાસ કરતાં વડનગર માં થયેલ હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. લાડોલના મણિલાલભાઈ ની પણ હત્યા આ ગેંગે કર્યું હોવાનું કબૂલ્યું હતું જોકે આ સિવાય ઉતર ગુજરાત ના વિવિધ સહેરો માં વધુ 13 જેટલા લૂટ ચોરી ના ગુના ને અંજામ આપી ચૂક્યા છે
આગળ જુઓ





















