Kadi-Visavadar Bypoll Election 2025: આજે બન્ને બેઠક પર ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાં
Kadi-Visavadar Bypoll Election 2025: આજે બન્ને બેઠક પર ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાં
કડી વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં બંને બેઠક પર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.. બંને બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તેનો અંદાજ આવશે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યા જે પૈકી ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના બે ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયા હતા. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 31 ફોર્મ ઉપાડ્યા હતા. જેમાં 19 ફોર્મ માન્ય રહ્યા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, લોકશક્તિ, ડેમોક્રેટિક પાર્ટી અને અન્ય અપક્ષ ઉમેદવારોના ફોર્મ મળી કુલ 19 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે..





















