શોધખોળ કરો
હું તો બોલીશઃ કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાને લઇ PI સસ્પેન્ડ
એબીપી અસ્મિતાના સત્યાગ્રહ બાદ તાપીના પીઆઈ સી.કે.ચૌધરી અને બીટ જમાદાર અનિરૂદ્ધસિંહને સસ્પેંડ કરવામાં આવ્યા છે. સગાઈ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની ઘટનાને લઈ કાંતિ ગામીતના પુત્ર જીતુ ગામીત ગુનો નોંધવામાં આવ્યો છે. જીતુ ગામીત વિરૂદ્ધ કલમ 188,269,270 અને GP એક્ટ 131 તથા ડિઝાસ્ટર મેનેજમેંટ એક્ટ 2005ની કલમ 51 બી તથા એપેડેમિક એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાપીમાં પૂર્વ મંત્રી કાંતિ ગામીતના તમાશા પર ABP અસ્મિતાએ સવાલો ઉઠાવ્યા હતા અને કાયદાના ધજાગરા ઉઠાવતા નેતાઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીને સવાલ પૂછ્યા હતા. સુરત રેંજ આઈજી પાંડિયન અને તાપીના એસપી સુજાતા મજમુદારને સવાલ પૂછ્યા હતા.
આગળ જુઓ





















