(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi In Gujarat | રાહુલ આજે ગુજરાતમાં, જુઓ કોંગ્રેસના માસ્ટર પ્લાનિંગના લેટેસ્ટ અપડેટ્સ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા (Lop Lok Sabha Rahul Gandhi) રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે (Rahul Gandhi Gujarat Visit) લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન (Rajkot TRP Game Zone incident) અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે આવતીકાલે રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ જશે.
આ દરમિયાન બીજેપી પ્રદેશ કારોબારીમાં રાહુલ ગાંધીની ચેલેન્જની નોંધ લેવામાં આવી છે. સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી હતી કે ગુજરાતમાં ભાજપને હરાવીશું. પ્રદેશ કારોબારીમાં સંગઠન મહા મંત્રી રત્નાકરે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આપણે બધાએ એક રહેવાનું છે. વિપક્ષમાં સેનાપતિઓની સંખ્યા વધુ છે.