Visavadar Voting: વિસાવદરના બે બૂથ પર આજે ફરી મતદાન શરૂ | Abp Asmita | 21-6-2025
Visavadar Voting: વિસાવદરના બે બૂથ પર આજે ફરી મતદાન શરૂ | Abp Asmita | 21-6-2025
આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ફરી મતદાન શરૂ થઈ ગયું છે. માલીડા (86) અને નવા વાઘણીયા (111) ગામમાં ફરી મતદાન શરૂ થયું છે. માલીડા અને નવા વાઘણીયામાં મતદાતાઓ ફરી મતદાન કરવા માટે પહોંચ્યા છે. નવા વાઘણીયામાં 293માંથી 210 લોકોએ મતદાન કર્યું હતું. 19 જૂનના માલીડા ગામમાં 628માંથી 411 લોકોએ મતદાન કર્યું હતું.
આપ પાર્ટી દ્વારા આ બંને ગામમાં બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન થયું હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ચૂંટણી પંચ દ્વારા ફરી મતદાન યોજવાનો નિર્ણય કરાયો હતો. જેને લઈ આજે સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદારો ફરી મતદાન કરાશે. ઉલ્લેખનીય છે કે, વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર કરાશે.




















