Kodinar Police Raid | કોડીનારમાં બુટલેગરોને ત્યાં પોલીસના દરોડા, શું થયો મોટો ધડાકો?
ગીર સોમનાથના કોડીનાર શહેરમાં પોલીસના દરોડા પડ્યા હતા. સવારે 4 કલાકે પોલીસે દરોડા પાડ્યા, જેમાં 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા કોડીનાર ટાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેર ના જ્યાં પોલીસે રાત્રે નહિ પણ વ્હેલી સવારે 4 કલાકે દરોડા પાડ્યા. એસ ઓજી એલસીબી સહિત ની બ્રાંચ અને ચાર પીઆઈ કક્ષાના અને 6 પીએસઆઈ કક્ષા ના અધિકરીયો સહિત 100 પોલીસ કર્મીઓ વ્હેલી સવારમાં જ દારૂ ના ધંધાર્થીઓ પર દરોડા પાડ્યા. પોલીસે દશ અલગ અલગ ટીમો બનાવી બૂટલેગરો અને દેશી દારૂ ના ધંધા સાથે જોડાયેલા લોકોના ઘરે ત્રાટક્યા હતા.
100 પોલીસ કર્મીઓ ની અલગ અલગ ટીમ બનાવી lcb અને sog સાથે શહેરના અલગ અલગ 98 જગ્યા પર દરોડા પાડતા 14 જગ્યાએથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તો સાથે જ શહેર ના અલગ અલગ વિસ્તારોમાં થી 1055 લિટર દારૂ નો આથો પણ મળી આવ્યો હતો. પોલીસે આ ઓપરેશન સિક્રેટ રહે તે માટે અલગ અલગ તાલુકા ના પોલીસ ને જાણ વિના જ કોડીનાર બોલાવ્યા હતા. અને વ્હેલી સવારે દશ ટીમો ત્યાર કરવામાં આવી હતી. તમામ ટીમો ને અલગ અલગ રૂટ આપવામાં આવ્યા હતા. અગાઉથી જ 98 લોકો જે દારૂ ના ધંધા સાથે સ્કલાયેલા છે તેમના નામનું લીસ્ટ બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરના લોકેશન પણ મેળવી લેવાયા હતા. અચાનક જ પોલીસ ની વ્હેલી સવારે કારો ના કાફલા ને જોઈ લોકો સ્તબ્ધ થયા હતા અનેક જગ્યા પર વીજ વિભાગ ની ચેકીંગ આવ્યું હોવાને લય વીજ ચોરી કરનાર લોકો વીજ તારો સમેટવા માં વ્યસ્ત બન્યા હતા.