Rajkot Dumper Accident : રાજકોટમાં ડમ્પરે કચડી નાંખતા વિદ્યાર્થિનીનું મોત, લોકોમાં ભારે આક્રોશ
Rajkot Dumper Accident : રાજકોટમાં ડમ્પરે કચડી નાંખતા વિદ્યાર્થિનીનું મોત, લોકોમાં ભારે આક્રોશ
રાજકોટની ભાગોળે આવેલા આજીડેમ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ સર્વિસ રોડ ઉપર કન્ટેનર દ્વારા વિદ્યાર્થીનીને અડફેટે લેવાતા મોત થયું છે. યાર્ડ નજીક આવેલી મંજર સ્કૂલથી વિદ્યાર્થની ઘરે આવતી હતી. દરમિયાન વિદ્યાર્થિનીને કન્ટેનર ચાલકે અડફેટે લીધી હતી. ગુરુવારે વિદ્યાર્થિની ઇજાગ્રત થતા તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આજે સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયું છે. અનુપ્રિયા પ્રિયાંશી પવેન્દ્ર કુમાર નામની વિદ્યાર્થિનીનું મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફેલાયું છે. દીકરીના પિતાએ આક્રોશ ઠાલવી અને કહ્યું હાઇવે ખરાબ હોવાના કારણે સ્કૂટર સ્લીપ થયું હતું. નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે આશાસ્પદ દીકરી પરિવારે ગુમાવી છે. જુના માર્કેટિંગ યાર્ડથી આજીડેમ ચોકડી વચ્ચે નેશનલ હાઈવે ઉપરાંત સર્વિસ રોડ પણ ખરાબ છે.