(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot TRP Game Zone Fire: ભૂલ સ્વીકારો અને...! રાજકોટ અગ્નિકાંડ મુદ્દે વજુભાઈના ગંભીર આરોપ
રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોડી રાતે સરકારે બેઠકોનો દોર અને સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આ મામલે એક નવા અપડેટ સામે આવ્યા છે. આ મામલે પોલીસ એફઆઈઆર દાખલ છે જેમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા મહાનગરપાલિકા સામે ખુલીને બોલ્યા છે. આ ઘટના પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. વજુભાઈ વાળાએ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ abp asmita સમક્ષ વાત કરી અને દુઃખ વ્યક્ત કર્યું અને ખુલીને બોલ્યા હતા. તેમણે કહ્યું સરકાર અને જવાબદાર લોકો સખત કાર્યવાહી કરે., ગેમ ઝોનમાં દરેક વસ્તુ જ્વેલનશીલ હતી. સરકાર આવા શેડમાં ઊભા કરેલા ગેમ ઝોન બંધ કરાવે. ઉલ્લેખનીય છે કે ગઈકાલથી અનેક નેતાઓના ઇન્ટરવ્યૂ કર્યા પરંતુ વજુભાઈ વાળાની જેમ એક પણ નેતા ખુલીને બોલ્યા નથી.