Rajkot Suicide Case: રાજકોટમાં બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થી આપઘાત કેસના સાક્ષી પર હુમલો થયાની નોંધાઈ ફરિયાદ.
રાજકોટમાં બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થી આપઘાત કેસના સાક્ષી પર હુમલો થયાની નોંધાઈ ફરિયાદ. કોલેજના સંચાલકના પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર રોડ પર ડાંગર કોલેજની પાછળ રહેતા શનિ કાગદડાનો આરોપ છે કે રવિવારે બપોરે ગ્રીન લેન્ડ ચોકડીથી પોતાના ઘર તરફ બાઈક પર જતા હતા. તે દરમિયાન કોલેજના ટ્રસ્ટી આત્મન આહીર, સતીષ જળુ, સાગર ગઢવી અને એક અજાણ્યા શખ્સ ત્યાં આવ્યો અને મારા કેસમાં સાક્ષી હોવાનું કહી માર માર્યો. આ દરમિયાન ફરિયાદીની પત્ની પણ ત્યાં દોડી આવી હતી તો તેને પણ ધક્કો માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે..હાલમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
















