Rajkot Game Zone Fire LIVE VIDEO | માત્ર 2 જ સેકન્ડમાં કેવી રીતે ગેમ ઝોન આવ્યો આગની ઝપેટમાં?
Rajkot Game Zone Fire LIVE VIDEO | માત્ર 2 જ સેકન્ડમાં કેવી રીતે ગેમ ઝોન આવ્યો આગની ઝપેટમાં, જુઓ સીસીટીવીમાં. ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી નશાનો સામાન મળી આવ્યો છે. ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી બીયરની પેટીઓ મળી આવી છે. પોલીસ દ્વારા તપાસ કરતા બીયર મળી આવ્યા છે. ગેમઝોનના માલિકો દ્વારા મોટી પાર્ટીઓ કરવામાં આવતી હતી. ધવલ કોર્પોરેશન TRP ગેમઝોનના કેમ્પસમાં આવેલું છે. ઓફિસની અંદરથી બીયર મળી આવ્યા છે. 8 બીયરના ટીન મળી આવ્યા છે.
રાજકોટ TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.





















