શોધખોળ કરો

Rajkot Hit and Run Case: રફતારના રાક્ષસો પર લગામ ક્યારે? રાજકોટમાં બેફામ BMW હંકારી નબીરાએ એકને કચડ્યો

રાજકોટમાં રફતારના કહેર જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં બેફામ BMW હંકારી નબીરાએ એક યુવકને કચડ્યો હતો. કાલાવડ રોડ નજીક ક્રિસ્ટલ મોલ પાસે ઘટના બની હતી. નબીરાએ બાઈકને ટક્કર મારતા 20 વર્ષીય યુવકનું મોત થયું છે. મૃતક યુવકનું નામ અભિષેક નાથાણી હોવાનો ખુલાસો થયો છે. કાર ચાલક તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. કાર ચાલક નબીરાનું નામ આત્મન પટેલ હોવાનો ખુલાસો થયો હતો. 

રાજકોટમાં રાત્રીના બેફામ બીએમડબ્લ્યૂ હંકારી નબીરાએ એક યુવાનનો જીવ લઈ લીધો હતો. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક 20 વર્ષીય યુવક અભિષેક નાથાણી બાઈક પર જઈ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવતા BMW ચાલક નબીરાએ જોરદાર ટક્કર મારતા અભિષેક નાથાણીનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક નબીરો સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બેફામ બનેલા નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવા માંગ ઉઠી છે. બનાવની જાણ થતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં એક તરુણ, એક તરુણી અને બે યુવકના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પૂરપાટ ઝડપે હોન્ડા સિટી કારની અડફેટે માતા-પુત્રીનો અકસ્માત થયો હતો, જેમાં ગઈકાલે સારવાર દરમિયાન 15 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું.  આ પછી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કારચાલક સામે તપાસ શરૂ કરી હતી. 

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget