Surat News: સુરતમાંથી એસીબીની ટીમે લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો
સુરતમાંથી એસીબીની ટીમે લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો. અડાજણની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી મહેશ પરમારને ACBની ટીમે અઢી લાંખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો.. ફરિયાદીએ અડાજણમાં ખેતીની જમીન ખરીદી હતી. કાયદા મુજબ તમામ ફી ભરીને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જો કે દસ્તાવેજોમાં કાયદેસરનો કોઈ વાંધો ન હોવા છતા લાંચિયા અધિકારી મહેશ પરમારે ઓર્ડર પસાર કરવાના બદલામાં ફરિયાદી પાસેથી ત્રણ લાખની લાંચની માગ કરી હતી. આખરે અઢી લાખની લાંચ આપવાનું નક્કી થયુ હતુ.. પરંતુ ફરિયાદી લાંચ ન આપવા માગતા હોવાથી તેણે ACBમાં ફરિયાદ કરી.. એસીબીની ટીમે છટકુ ગોઠવીને મહેશ પરમારને તેની જ ઓફિસમાં લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા.. મહેશ પરમાર છેલ્લા 27 વર્ષથી સરકારી નોકરીમાં છે. તેનો માસિક પગાર પણ આશરે 80 હજાર છે.. ત્યારે આરોપીએ 27 વર્ષની નોકરી દરમિયાન કેટલી સ્થાવર અને જંગમ મિલકત વસાવી છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે..





















