Surat News : 118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ મામલે સૌથી મોટા સમાચાર, પોલીસે કર્યો ધડાકો
Surat News : 118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ મામલે સૌથી મોટા સમાચાર, પોલીસે કર્યો ધડાકો
118 રત્નકલાકારોએ ઝેરી પાણી પીવા મામલો. કાપોદ્રા પોલીસને મળી મોટી સફળતા. આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી. કાપોદ્રા પોલીસે આરોપીના મોબાઈલ ડેટાના આધારે આરોપી સુધી પહોંચી. આરોપી નિકુંજ દ્વારા 12 દિવસ પહેલા દવા માટે મેડિકલના રૂપિયા ચુકવણી કરી તે તાર પોલીસને સફળતા સુધી લઈ ગઈ.
સરથાણા વિસ્તારમાં આવેલ મેડિકલના સીસીટીવી આવ્યા સામે. સીસીટીવીમાં આરોપી નિકુંજ સેલફોસની દવા લેતા નજરે પડ્યો હતો. નિકુંજે પોતાના મિત્ર પાસેથી ₹8,00,000 ગીરે લીધા હતા. લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો. હાલમાં કાપોદ્રા પોલીસે વધુ તપાસ શરૂ કરી.




















