Panchmahal Water Logging: પંચમહાલમાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા
પંચમહાલ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. હાલોલ શહેરમાં ધોધમાર વરસાદને લીધે બસ સ્ટેન્ડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. જ્યોતિ સર્કલથી બસ સ્ટેન્ડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો. અન્ય વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો કસબા વિસ્તારમાં આવેલ બજારોમાં તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા પાવાગઢ પગથીયા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદી પાણીથી ડુંગરના પગથિયા પરથી ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો દર્શનાર્થીઓ પણ પાણીના ભારે પ્રવાહને લીધે પગથિયા વચ્ચે બનાવેલ રેલિંગ પર બેસી ગયા..





















