Surat news : સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં સમીક્ષા યોજાઇ બેઠક. ખાડીપુરના કાયમી નિવારણના મુદ્દે કરવામાં આવી ચર્ચા. ખાડીપુરથી થતા નુકસાનને ટાળવા માટે તૈયાર કરાશે મેગા પ્લાન
સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં મળી મહત્વની બેઠક. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ, આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતી સહિત કલેક્ટર, મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સર્કિટ હાઉસ પર મળેલી બેઠકમાં શહેરમાંથી વહેતી ખાડી ઊંડી કરવા, જ્યાં ખાડીના રસ્તા સાંકડા થયા છે તેને પહોળા કરવા. દરિયાકાંઠે જ્યાં ખાડી મળે છે ત્યાં ઝીંગા તળાવ દુર કરવા, ખાડીને ડાયવર્ટ કરવા વૈકલ્પિક માર્ગ અંગે અભિપ્રાયો, અને શહેરમાંથી ખાડીપુરના નુકસાનને ટાળવા મેગા પ્લાન બનાવવામાં આવશે..















