Surat News: સુરતમાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પુત્ર સાથે માતાએ 13માં માળેથી પડતું મૂક્યું! |
સુરતના અલથાણમાં બે વર્ષના પુત્ર સાથે 13માં માળેથી કુદીને માતાએ આત્મહત્યા કરી. મુળ મહેસાણાના અને છેલ્લા ઘણા વર્ષોથી સુરતના અલથાણમાં રહેતી પૂજા નામની મહિલાએ બે વર્ષના પુત્ર ક્રિશિવ સાથે માર્કન્ડ હિલ્સ બિલ્ડિંગના 13માં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી. દર્દનાક ઘટનાના આ દ્રશ્યો બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા CCTVમાં પણ કેદ થઈ. મૃતક પૂજા બુધવારે સાંજે પુત્ર ક્રિશિવ સાથે બિલ્ડિંગના સી વિંગના 13માં માળે કોઈ કામ અર્થે જાય છે.. જ્યાં અગમ્ય કારણોસર પૂજાએ પુત્ર સાથે 13માં માળેથી કુદીને જીવન ટૂંકાવી લીધું.. મૃતક પૂજાના પતિ વિલિષકુમાર પટેલ લુમ્સનું કારખાનું ચલાવે છે. ઘટનાની જાણ થતા પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પૂજાએ બે વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કેમ કરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. સીસીટીવી ફુટેજ અને આસપાસના લોકોના નિવેદન નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. તો પત્ની અને બાળકના મોતથી પરિવારજનોમાં પણ શોક છે. મૃતકના પરિવારજનો પોલીસ સમક્ષ ન્યાયની માગ કરી રહ્યા છે..





















