Surat Murder Case: સુરતના ઓલપાડમાં હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ
ઓલપાડ તાલુકાના પરિયા ગામે થયેલી મહિલાની હત્યા નો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે ,ગત ત્રણ તારીખે રાત્રે પોલીસને ખુલ્લા ખેતર માંથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો , પોલીસ તપાસ માં મહિલાના ૨ મિત્રો એ જ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું , પોલીસે બંને આરોપીઓ ની ધરપકડ કરી લીધી , મહિલા તેનો પ્રેમી અને હત્યા કરનાર બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું ,
ઓલપાડ તાલુકાના પરિયા ગામે થયેલી મહિલાની હત્યાનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાંખ્યો છે. ગત ત્રણ તારીખે રાત્રે પોલીસને ખૂલ્લા ખેતરમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં મહિલાના બે મિત્રએ જ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા મહિલા તેનો પ્રેમી બંને રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું. મૃતક સોનલ રાઠોડ દોઢ મહિના પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસે મહિલાની હત્યાના ગુનામાં વડોદરાના કરજણનો રહેવાસી અને મૂળ યુપીના રાહુલ ઉર્ફે કાળીયો યાદવ સહિતનાની ધરપકડ કરી.





















