Surat News : સુરતમાં દીકરીના લગ્નના 4 દિવસ પહેલા જાણીતા બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ
Surat News : સુરતમાં દીકરીના લગ્નના 4 દિવસ પહેલા જાણીતા બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ
સુરતમાં બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. શનિવારે મોડી રાત્રે 2 વાગ્યે બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની જ લાઈસન્સ વાળી રીવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. તુષાર ઘેલાણીને ICUમાં હાર્ટ એટેક આવ્યાની પણ માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં મહેશ સવાણી સહિતના મિત્રો પરિવારને સાંત્વના પાઠવવા ઘરે પહોંચ્યા. મિત્રોના મતે તુષાર ઘેલાણીનો સ્વભાવ આનંદી હતો. કયા કારણોસર તેમણે આવું પગલું ભર્યુ તે પણ એક તપાસનો વિષય છે.
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો આત્મહત્યાનો પ્રયાસ. દીકરીના લગ્નના ચાર દિવસ પહેલા આત્મહત્યાના પ્રયાસથી ચકચાર. ઉમરા પોલીસે બિલ્ડર તુષાર ઘેલાણીના ઘરે પહોંચી શરૂ કરી તપાસ. ઘરના જે રૂમમાં ફાયરિંગ થયું તે રૂમમાં જઈ પોલીસે કરી તપાસ. પોલીસે તમામ સાંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા. ઉદ્યોગકાર મુકેશ પટેલ અને મહેશ સવાણી તુષાર ઘેલાણીના ઘરે પહોંચ્યા. મુકેશ પટેલ, મહેશ સવાણીએ પરિવારની મુલાકાત કરી આપી સાંત્વના. બિલ્ડર તુષાર ઘેલાણીની તબિયત તબીબોએ ગણાવી અતિ નાજુક. તુષાર ઘેલાણીની સારવાર દરમિયાન ICUમાં આવ્યો હાર્ટ એટેક. બિલ્ડર ઘેલાણીના તમામ રિપોર્ટ ના.મુખ્યમંત્રીએ મુંબઈની હોસ્પિટલમાં મોકલ્યા. ત્રણ ન્યૂરોલોજીસ્ટની દેખરેખમાં બિલ્ડર તુષાર ઘેલાણીની ચાલી રહી છે સારવાર. બિલ્ડરના નજીકના મિત્ર મંડળમાં હાલમાં ચિંતા. તબીબોએ બિલ્ડર તુષાર ઘેલાણીની હાલત ગણાવાઈ અત્યંત નાજુક. બુલેટના પાર્ટીકલ્સ પણ મગજના વિવિધ ભાગોમાં પહોંચ્યા. મગજમાં સોજો હોવાના કારણે હાલ વેન્ટિલેટર સપોર્ટ પર. બીપી અને પલ્સનો સપોર્ટ પણ હાલ ખૂબ જ ચાલી રહ્યો છે.





















