Surat Crime News : સુરતના કોસંબા નજીક ટ્રોલી બેગમાંથી યુવતીની લાશ મળી આવતા સનસની મચી
સુરત જિલ્લાના કોસંબા નજીક ટ્રોલી બેગમાંથી યુવતીની લાશ મળી આવતા સનસની મચી ગઈ. હાઈવેની સાઈડમાં બિનવારસુ હાલતમાં ટ્રોલી બેગ મળી, જેમાં યુવતીની લાશ હતી. હત્યારાએ યુવતીના પગ બાંધી, બે ફૂટની નાની ટ્રોલી બેગમાં બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો. પોલીસે યુવતીની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ શરૂ કરી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, યુવતીની ઉમર અંદાજે 25 વર્ષની આસપાસ છે.હત્યારાએ મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન. હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. PM રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાશે.બોડીના કટકા નથી કર્યા, પણ કપડાં દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી. મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે. તેના હાથ પર ટેટૂ પણ દોરાયેલાં છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસકાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો.





















