PM Narendra Modi Birthday Celebrations: PM મોદીના 75મા જન્મ દિવસની સુરતમાં અનોખી ઉજવણી
પ્રધાનમંત્રીના જન્મદિવસે વિવિધ સેવાકાર્યોનું આયોજન. સુરતમાં જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે ઈચ્છાનાથ મહાદેવના મંદિરે કર્યો જળાભિષેક. શહેર ભાજપ તરફથી સફાઈ અભિયાનનું પણ આયોજન
પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણીની શરૂઆત કેંદ્રીય મંત્રી સી.આર.પાટીલે અનોખી રીતે કરી. સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરી સી.આર.પાટીલે પીએમ મોદીના સ્વસ્થ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ મંદિર પરિસર અને વિસ્તારમાં સફાઈ અભિયાનની શરૂઆત કરાવી. પીએમ જન્મદિવસ એટલે કે આજથી લઈ બે ઓક્ટોબર સુધીના સમયને પ્રદેશ ભાજપ સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યું છે..ત્યારે અનેકવિધ સેવાકાર્યો રાજ્યભરમાં યોજાવાના છે. પીએમ મોદીએ પોતાના જીવનની એક એક ક્ષણ અને લોહીનો એક એક કણ દેશને સમર્પિત કર્યો હોવાનું જણાવી નરેંદ્ર મોદીને મહાન વ્યક્તિ ગણાવી.
















