Surat Murder Case : બારડોલીમાંથી મળી આવી હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ
Surat Murder Case : બારડોલીમાંથી મળી આવી હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ
સુરતના બારડોલી તાલુકામાં હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો.. ઘટનાની જાણ થતા બારડોલી પોલીસ સ્થળ પર દોડી આવી. મહિલાની ઓળખ જ્યોતિ રાઠોડ તરીકે થઈ છે.. મૂળ બારડોલીની આ મહિલા લાંબા સમયથી તેન નામના ગામમાં રહેતી હતી.. પોલીસને મૃતદેહ નજીકથી લોહીલુહાણ હાલતમાં ચાકુ અને મોબાઈલ મળી આવ્યા. હાલ તો પોલીસે અલગ અલગ ચાર ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધમાં મહિલાની હત્યા કરાઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, બારડોલીના તેન ગામ નજીક ખુલ્લા ખેતર માંથી આજે સવારના સમયે એક મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની ઘાતકી રીતે ચાકુના ના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી. ઘટનાની જાણ થતા બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




















