Vadodara News : વડોદરાના નવાપુરામાં ગટર માટે ખોદેલા ખાડામાં કાર ખાબકી
વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીથી વધુ એક નાગરિકોનો જીવ જતા માંડ માંડ બચ્યો. જયરત્ન ચાર રસ્તા પાસે બેરિકેટ ન લગાવતા કાર ચાલક મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં ખાબક્યો. ડ્રેનેજની કામગીરીમાં ખુલ્લા ખાડાની ફરતે કોઈ બેરિકેટ ન મારતા કાર ચાલક ખાડામાં ખાબક્યો. આ ઘટનામાં કાર ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.. સ્થાનિકોએ અન્ય કારની મદદથી ખાડામાં ખાબકેલ કારને બહાર કાઢી.. તો સ્થાનિક કોર્પોરેટર બાળા સાહેબ સુર્વેએ આરોપ લગાવ્યા કે ડ્રેનેજ લાઈનની કામગીરી પર સત્તાધીશો કોઈ દેખરેખ નથી રાખતા. આડેધડ કામ કરીને કોન્ટ્રાક્ટરો ખાડાઓ ખુલ્લા છોડી રહ્યા છે.. ખોદેલા ખાડાની આસપાસ બેરિકેટ મુક્યા છે કે કેમ તેનું પણ સત્તાધીશો ધ્યાન નથી રાખતા. જેથી વાહન ચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે..





















