Vadodara news: યુનાઈટેડ વેના ગરબામાં વિવાદ, ખેલૈયાઓએ હાય..હાયના લગાવ્યા નારા
Vadodara news: યુનાઈટેડ વેના ગરબામાં વિવાદ, ખેલૈયાઓએ હાય..હાયના લગાવ્યા નારા
વડોદરાના જાણીતા યુનાઈટેડ વેના ગરબામાં ખેલૈયાઓનો દેખાયો આક્રોશ. ગરબાનું ગ્રાઉન્ડ નહતું કરાયું સાફ. કિચડને કારણે અનેક ખેલૈયાઓ લપસી ગયા.. ખેલૈયાઓેએ કીચડ હાથમાં લઈને સ્ટેજ પર ફેંક્યું.. આયોજકો સામે હાય..હાયના લગાવ્યા નારા
ગુજરાતના સૌથી મોટા અને વડોદરાની ઓળખ ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદવ કીચડના કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ ગયા. ખેલૈયાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેલૈયાઓ માન્યા નહોતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા, આ ઉપરાંત યુનાઈટેડ વે હાય હાયના નારા પણ લગાવ્યા.ગરબા ગ્રાઉન્ડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી કેટલાક ખેલૈયાઓ લપસી પડ્યા હતા
















