Vadodara News: વડોદરાના કરજણમાં 2 જૂથ વચ્ચે મારામારી, 2થી 3 લોકોને ઈજા પહોંચી
વડોદરાના કરજણમાં બે જૂથ વચ્ચે અથડામણ. નારેશ્વરના જૂની સાયર ગામે સર્જાયું ધીંગાણું. બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા ખસેડાયા સારવાર હેઠળ. બન્ને જૂથે સામસામે નોંધાવી પોલીસ ફરિયાદ. પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી...
વડોદરાના કરજણના જૂની સાયર ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ દોડતી થઈ. એક જ કોમના બે જૂથ વચ્ચે પહેલા શાબ્દિક ટપાટપી થઈ. ત્યારબાદ ગાળાગાળી કરતા જ મામલો બિચક્યો અને મામલો મારામારી સુધી પહોંચ્યો. આ મારામારીમાં બેથી ત્રણ વ્યકિતને ઈજા થતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા. પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂની સાયર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.




















