Gambhira Bridge Tragedy : ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસ, ACBએ કરી સીટની રચના, જુઓ અહેવાલ
Gambhira Bridge Tragedy : ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસ, ACBએ કરી સીટની રચના, જુઓ અહેવાલ
બરોડા ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસ લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે હવે એસીબી એ તપાસ શરૂ કરી. આ દુર્ઘટનામાં બ્રીજ નો ભાગ તૂટી પડતાં અનેક વાહનો નીચે નદીમાં પડ્યા હતા અને 10 થી વધુ લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ સરકારે તપાસ માટે સ્પેશ્યલ ACB ને તપાસ સોંપવામાં આવી છે ત્યારે Acb દ્વારા SITની રચના કરી છે, જેમાં DIG ચૌહાણ , SP પરેશ ભેસાણીયા, 4 PI સહિતના અધિકારી તપાસ કરી રહ્યા છે .
આ ટીમ દ્વારા આ બ્રિજ દુર્ઘટના અંગે જવાબદાર કુલ 5 અધિકારીઓ સામે હવે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કાર્યપાલ ઈન્જિનિયર એન.એમ.નાયકવાલા, નાયક કાર્યપાલ ઈન્જિનિયર યુ સી પટેલ આર ટી પટેલ મદદનીશ ઇજનેર ઉપરાંત જે વી શાહ કાર્યપાલ ઈન્જિનિયર કે.બી. થોરાટ, સ્વૈચ્છિક નિવૃત્ત 2024 માં નિવૃત્ત થયા હતા આ તમામ અધિકારીઓ સામે તેમના રહેણાંક અને તેમના અલગ અલગ સ્થાનો પર તપાસ કરી વધારાની મિલકતો અને ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી રીપોર્ટ કરવામાં આવશે તો સાથે સત્તાનો દુરુ ઉપયોગ, નાણાનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકત ને લઈ ને SIT ટીમે તપાસ શરૂ કરી છે.





















