Yogesh Patel : 'વિશ્વામિત્રીની સફાઈની માત્ર વાતો થાય છે': MLA યોગેશ પટેલનું ચોંકાવનારું નિવેદન
20 વર્ષથી વિશ્વામિત્રી નદીની સાફસફાઈની થઈ રહી છે માત્ર વાતો. હકીકતમાં કોઈ કામ ન થતાં હવે તો લોકોને નેતાઓ પર નથી રહ્યો ભરોસો. આ શબ્દો છે ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલના. અવસર હતો વડોદરાના રાવપુરા વિધાનસસભાના સ્નેહમિલન સમારોહનો. જેમાં મંચ પરથી આ વાત કહી યોગેશ પટેલે રોષ ઠાલવ્યો. યોગેશ પટેલના મતે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીએ 1200 કરોડની જાહેરાત તો કરી છે. પરંતુ આ પ્રોજેક્ટ 3 થી 4 હજાર કરોડનો છે. યોગેશ પટેલનું કહેવું છે કે, વિશ્વામિત્રી નદીના અનેક કોતરો પૂરાઈ ગયા છે. દબાણો થયેલા છે. તે હટાવવા પડશે. પ્રતાપપુરા સરોવરને પણ ઊંડું કરવું પડશે. યોગેશ પટેલે ચિંતા વ્યક્ત કરી કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી જાન્યુઆરીથી શરૂ કરવી પડશે. નહીં તો ચોમાસામાં ફરી વડોદરા શહેર ડૂબી જશે.
















