Vadodara | પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પહેલી વાર પ્રશ્નપત્ર માટે અપાયો કોન્ટ્રાક્ટ
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રથમ વખત પ્રશ્નપત્રો માટે કોન્ટ્રાક્ટ અપાયો છે.. ગત વર્ષે ગુજરાતીના પેપરના બંડલમાં વિજ્ઞાનનું પેપર નીકળ્યું હતું. પેપર લીક થવાની ઘટનાને પગલે ટેન્ડર પ્રક્રિયાથી પ્રશ્નપત્ર છપાયા. 120 શાળાઓમાં લેવાનાર પરીક્ષાના પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં મુકાયા છે. પોલીસ સુરક્ષા પણ ગોઠવી દેવાઈ છે. આવતી કાલથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રથમ કસોટીની પરીક્ષાઓ શરૂ થશે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં થનાર પરીક્ષાના પ્રશ્નપત્રો હવે કોન્ટ્રાક્ટ અપાયો અને તે દ્વારા પેપર છપાવવામાં આવ્યા છે. અત્યારે આપણે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાએ છે આપ જોઈ શકો છો. અહીંયા પોલીસ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે કેમ કે પોલીસ સુરક્ષા વચ્ચે અહીંયા જે પેપરો છે તે સ્ટ્રોંગરૂમ ખાતે મૂકવામાં આવ્યા છે.





















