Digital Arrest LIVE VIDEO: ડિજિટલ અરેસ્ટના ખેલનો લાઈવ વીડિયો આવ્યો સામે, વડોદરાની મહિલાને 4 કલાક સુધી ટોર્ચર કર્યું
વડોદરામાં પહેલીવાર ડિજિટલ અરેસ્ટ કરી મહિલાને માનસિક ત્રાસ આપી અને તેના પતિને જાનથી મારવાની ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવ્યાની હચમચાવતી ઘટના બની છે. આ ડિજિટલ એરેસ્ટની ઘટનાનો LIVE વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરામાં નકલી પોલીસે મહિલાને ચાર કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખી.પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો લાઈવ વીડિયો સામે આવ્યો. વડોદરામાં રહેતી મહિલાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી IPS રાકેશકુમાર તરીકેની ઓળખ આપી વીડિયો કોલ આવ્યો હતો. ફોન પર મહિલાને મુંબઈથી થાઈલેન્ડ ગેરકાયદે પાર્સલ મોકલ્યાનું કહેવાયું. નિર્દોષ હોવાનું ક્લિયરન્સ આપવા એક લાખ રૂપિયા પડાવ્યા.
સાયબર માફિયાએ કહ્યું હવે આ કોલ ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ટ્રાન્સફર કરવામાં આવે છે. સીબીઆઇ ઓફિસર દ્વારા મને બતાવવામાં આવ્યું છે કે, તમને એક લેટર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એમાં 99 ટકા રકમ મેન્શન કરવામાં આવી છે. તમે કેટલી રકમ ટ્રાન્સફર કરી શકો છો તે તમે મને જણાવો.
ડિજિટલ અરેસ્ટની ભોગ બનનાર મહિલાએ કહ્યું સર, તમે મને જેટલા ઓછા કરી શકો. મેં સરને કહ્યું હતું કે, મારી મમ્મી મૃત્યુ પામી છે. તેઓ તેમના સેવિંગના રૂપિયા મને આપીને ગયા છે અને હું પણ દર્દી છું. જેથી મારે રોજ 30થી 40 રૂપિયાની દવા લેવી પડે છે. સરે મને કહ્યું છે કે, રૂપિયા રિફંડ થઇ જશે. પરંતુ રૂપિયા પરત આવશે કે નહીં આવે, એ હું જાણતી નથી. મને વિશ્વાસ છે, પણ માઇનસ-પ્લસ ચાલે છે. પ્લીઝ સર તમારા તરફથી જેટલું થઇ શકે તેટલું કરી આપો. હું 5થી 10 હજાર રૂપિયા આપી શકું છું. એનાથી ઓછા કરી શકો તો પણ સારું છે.