Vadodara Rains : વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદને લઈને માર્ગો પર વહેતા થયા પાણી
વડોદરા જિલ્લામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ડભોઈનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એસ.ટી.ડેપો, જૈનવાગાં,ટાવર, કન્યા શાળા, હીરા ભાગોળ, નાંદોદી ભાગોળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર વરસાદ વરસ્યો છે. બપોરના સમયે કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. કાળા ડીબાંગ વાદળો સાથે ગાજ વીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.
ડભોઈમાં રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મઘમહેર જોવા મળી રહી છે. શિરોલા,પીસાઈ, પારિખા, મંડાળા, ચનવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.
કરજણ શહેર તેમજ તાલુકા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી કરજણ શહેર તેમજ તાલુકામાં ભારે પવનના સુસવાટા સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. તાલુકાના મિયાગામ, ખાધાં, કરમડી, કુરાઈ, કંડારી ધવાટ જેવા ગામોમાં વરસાદ વરસ્યો છે. સવારથી વરસાદી માહોલ છવાતા જનજીવન ઉપર અસર પડી છે.





















