Travel Advisory| USAએ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર, 'મણિપુર અને જમ્મુ કાશ્મીર ન જાવ'
Travel Advisory for US Citizens: અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં તેમને મણિપુર, જમ્મુ-કાશ્મીર અને ભારતના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઇ કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તેણે ભારતના પૂર્વોત્તર રાજ્યોની જાણકારીને સામેલ કરતા તેની 'ટ્રાવેલ એડવાઇઝરી' અપડેટ કરી છે. આ મુજબ ભારતને લેવલ 2 પર રાખવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીર, મણિપુર, ભારત-પાકિસ્તાન સરહદ અને મધ્ય-પૂર્વ ભારતના કેટલાક ભાગોને લેવલ 4 પર રાખવામાં આવ્યા છે.
અમેરિકાએ ભારત જનારા પ્રવાસીઓને કહ્યું છે કે ભારતના કેટલાક વિસ્તારોમાં ગુના અને આતંકવાદને કારણે જોખમ વધારે છે. જાતીય આધારિત નાગરિક સંઘર્ષને કારણે વ્યાપક હિંસા અને સમુદાયના વિસ્થાપનના અહેવાલો છે. તેથી, આવા સ્થળોની મુલાકાત લેતી વખતે વધુ સાવચેત રહો.





















