Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
આ અકસ્માત સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાંચ માળની ઇમારત આગમાં લપેટાયેલી જોવા મળી રહી છે, જ્યારે અગ્નિશામકો આગને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ સત્તાવાર INA ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "એક મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં મૃત્યુ પામેલા પીડિતોની સંખ્યા લગભગ 50 થઈ ગઈ છે. જો કે, આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ INA અનુસાર, ગવર્નરે કહ્યું કે તપાસના પ્રારંભિક તારણો 48 કલાકમાં જાહેર કરવામાં આવશે.
ત્રણ દિવસના શોકની જાહેરાત
વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ-માયાહીએ જણાવ્યું હતું કે એક હાઇપરમાર્કેટ અને એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે ઘણા લોકો નાસ્તો કરી રહ્યા હતા અને ખરીદી કરી રહ્યા હતા. ગવર્નરે કહ્યું કે ફાયર ફાઇટરોએ ઘણા લોકોને બચાવ્યા અને આગ ઓલવી નાખી. આ દુ:ખદ અકસ્માતને કારણે, દેશભરમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. INA ના અહેવાલ મુજબ, ગવર્નર મોહમ્મદ અલ-માયાહીએ ઇમારત અને મોલના માલિક સામે દાવો દાખલ કર્યો છે.
આ મોલ 5 દિવસ પહેલા ખોલવામાં આવ્યો હતો
રિપોર્ટ મુજબ, આ મોલ માત્ર પાંચ દિવસ પહેલા જ ખોલવામાં આવ્યો હતો. શરૂઆતના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે આગ પહેલા માળેથી શરૂ થઈ હતી. એક પત્રકારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બળી ગયેલા મૃતદેહો જોવા મળ્યા હતા. ગવર્નર મિયાહીએ આ ઘટના બાદ પ્રાંતમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે અને કહ્યું છે કે સ્થાનિક વહીવટીતંત્ર મોલ અને ઇમારતના માલિક સામે કાયદેસર કાર્યવાહી કરશે.
ઇરાકી મીડિયા અનુસાર 50 લોકોના મોત, ડઝનેક ગુમ
ઇરાકી મીડિયા અનુસાર, આ ભીષણ આગમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને ડઝનેક ગુમ થયાના અહેવાલ છે. વિડિયો જોઈને આગની ભયાનકતાનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ આગ ખૂબ જ બેકાબૂ બની ગઈ છે.




















