Spain Flood : સ્પેનમાં પૂરે મચાવી તબાહી, સેનાએ સંભાળ્યો મોરચો, લાપતા લોકોની શોધખોળ ચાલું
Spain Flood : સ્પેનમાં પૂરે મચાવી તબાહી, સેનાએ સંભાળ્યો મોરચો, લાપતા લોકોની શોધખોળ ચાલું
સ્પેનમાં પૂરથી તબાહી બાદ રાહત અને બચાવ કામગીરી પૂર જોશમાં. પૂરથી પ્રભાવિત વિસ્તાર વાલેન્સિયા અને મરસિયામાં સેનાની ટીમે મોર્ચો સંભાળ્યો અને અસરગ્રસ્ત લોકોને તમામ મદદ કરવામાં આવી રહી છે. પુનઃનિર્માણ માટેની કામગીરી પણ પૂર જોશમાં છે. પૂરના કારણે મકાનો અને ઈમારતોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. એટલું જ નહીં અતિભારે વરસાદથી પાણી ભરાતા વાહનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અચાનક આવેલા પૂરના કરણે અત્યાર સુધીમાં 205 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરથી પીડિત લોકોની વ્હાલે સેના આવી ગઈ છે અને પુનઃવસન માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, હજુ પણ અનેક લોકો લાપતા છે.





















