Donald Trump hails PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીની ફરી કરી પ્રશંસા
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ અંગની વાતચીતની અટકળો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીની વધુ એકવાર પ્રશંસા કરી.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ અંગની વાતચીતની અટકળો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીની વધુ એકવાર પ્રશંસા કરી. પ્રધાનમંત્રી મોદીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે તેમને પોતાના નજીકના વ્યક્તિ ગણાવ્યા. હાલ ટ્રમ્પ બ્રિટનના પ્રવાસે છે, બ્રિટનના પ્રધાનમંત્રી સાથેની સંયૂક્ત પ્રેસવાર્તામાં ટ્રમ્પને જ્યારે ભારત અંગે સવાલ પૂછાયો, તો તેમણે કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી મોદીની તેઓ ઘણા નજીક છે..તેમના જન્મ દિવસ પર ફોન પર વાતચીત કરી હતી, અમારા બંને વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે..ટેરિફના કારણે બંને દેશો વચ્ચે તણાવ બાદ આ ચોથો એવો કિસ્સો છે, જ્યારે ટ્રમ્પે જાહેરમાં પીએમ મોદીની પ્રશંસા કરી હોય.





















