Hidden Feature Of Phone:ફોનનો ભુક્કો બોલાઈ ગ્યો? તો પણ ચલાવી શકશો ફોન; જાણી લો આ ટ્રિક
Hidden Feature Of Phone:ફોનનો ભુક્કો બોલાઈ ગ્યો? તો પણ ચલાવી શકશો ફોન; જાણી લો આ ટ્રિક
મોબાઇમાં એવા કેટલાક ફીચર્સ છે, જેનાથી મોટાભાગના લોકો કદાચ અજાણ હોય છે. એવા ફીચર્સ જેનો કયારેય ઉપયોગ નહિ કર્યો હોય. તો આજે વાત કરીશું એવા ફીચર વિશે જે ખૂબ જ કામનું છે,.કેટલાક વખત અજાણતા ફોન પડી જવાથી તેનો ટચ ગ્લાસ તૂટી જાય છે અને ટચ સ્ક્રિન કામ નથી કરતી. પણ શું તમે જાણો છો, આવી પરિસ્થિતિમાં પણ આપ ફોનને ચલાવી શકો છો અને એ પણ રિપેર કર્યાં વિના, જી હાં આ શક્ય છે. કેવી રીતે સમજીએ, માની લો કે ટચ ગ્લાસ રાઇટ સાઇડમાંથી તૂટ્યો હશે તો અહીં ટચ સ્ક્રિન કામ નહીં કરે. આ સ્થિતિમાં સૌ પ્રથમ આપ સેટિંગ્સમાં જાવ, બાદ વન હેન્ડેડ મોડનો ઉપયોગ કરો. જેનાથી આપ આપના ફોનની સ્ક્રીનને સ્મોલ કરી શકશો. એટલે કે ડિસ્પ્લેને વન સાઇડ કરી શકો છો અને તૂટેલી ટચ સ્ક્રિન સાથે પણ ફોન યુઝ કરી શકો છો, બની શકે, અલગ અલગ ફોનમાં આ ફિચર્સ થોડા અલગ નામ અને અલગ રીતે હોય પરંતુ દરેક સ્માર્ટ ફોનમાં આ ફીચર અવેલેબલ હોય છે. યુટીલિટી, હેલ્થ લાઇફસ્ટાઇલ અને અન્ય અપડેટ્સ માટે જોતા રહો એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલ