શોધખોળ કરો
Advertisement
વલસાડમાં બે પત્રકારોની મહિલા તલાટીઓએ કરી ધોલાઇ, જાણો શું છે કારણ
વલસાડઃ વલસાડમાં આજે કેટલીક મહિલા તલાટીઓએ જાહેરમાં બે પત્રકારોને માર માર્યાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે વલસાડ તાલુકા પંચાયત કચેરીની બહાર દોડ ધામ મચી ગઈ હતી.
છેલ્લા કેટલાક દિવસથી એક સાપ્તાહિક અખબારના બે પત્રકારો મહિલા તલાટીઓ વિરૂધ્ધ છાપાઓમાં છાપીને કચેરીના સમય બાદ પણ મહિલા તલાટીઓની કચેરીમા જઈ ને ઉલ્ટા સીધા સવાલ કરતા હતા. અને ત્યાર બાદ મહિલા તલાટીઓ વિરુદ્ધ છાપાઓમા મેટર લખીને તેના કટિંગ મોડી રાત્રે મહિલા તલાટીઓને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી અને પરેશાન કરતા હતા.
આમ બે પત્રકારોની આવી વર્તુણકને લઈને કેટલીક મહિલા તલાટીઓ પરેશાન હતી આખરે મહિલા તલાટીઓની ધીરજ ખૂટી અને આ પત્રકારોને પાઠ ભણાવવા માટે વલસાડ તાલુકા પંચાયત કચેરી બહાર એકઠી થઇ હતી .અને ત્યાં પેલા બે પત્રકારો આવતા બબાલ થઇ હતી અને મામલો ગરમાયો હતો. મહિલા તલાટીઓનો રોષ પારખી ગયેલા એક પત્રકાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો જ્યારે એક પત્રકાર મહિલા તલાટીઓનો રોષનો ભોગ બન્યો હતો.
રોષે ભરાયેલી મહિલા તલાટીઓએ પત્રકાર પર ટપલી દાવ કરી પાઠ ભણાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પહોચીને મામલો થાલે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અંતમાં પત્રકારોના ત્રાસથી કંટાળેલી મહિલા તલાટીઓએ આ મામલે કલેક્ટર અને વલસાડ જિલા પોલીસવડાને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

અમદાવાદ
Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા
Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી
Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ
Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત
Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion