શોધખોળ કરો
સ્ટોકહોમ એરપોર્ટ પર બિલ્ડિંગ સાથે અથડાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત
1/3

જાણકારી અનુસાર દિલ્હીથી સ્કોટહોમ જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઈટ AI-167 એરપોર્ટ ટર્મિનલ 5 પર ઉતારવાનું હતું. પરંતુ રનવેથી 50 મીટર દૂર જ વિમાન બિલ્ડીંગ સાથે અથડાઈ ગયું હતું. ઘટનાની તસવીરો સામે આવી છે તેમાં ફ્લાઈટની ડાબી પાંખ બિલ્ડિંગમાં ફસાયેલી જોવા મળી રહી છે. તેની સાથે સાથે કેટલીક ફાયરબ્રિગેડ ગાડીઓ અને ટ્રક પણ વિમાન પાસે જોઈ શકાય છે. હજુ સુધી આ ઘટના પાછળનું કારણ જાણવામાં નથી આવ્યું. આ ઘટના બાદ તમામ યાત્રીઓને એર ઇન્ડિયાના બીજા વિમાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
2/3

આ ઘટના સ્કોટહોમ એરપોર્ટની છે. સ્કોટહોમ પોલીસ અનુસાર આ ઘટના સવારે 5.45 વાગ્યે બની હતી. પોલીસ અનુસાર બધા જ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. વિમાનની આજુબાજુ રાહત અને બચાવ કામ માટે પોલીસ સહીત ફાયરબ્રિગેડ ગાડીઓ પણ પહોંચી હતી.
Published at : 29 Nov 2018 03:51 PM (IST)
Tags :
Air IndiaView More





















