એક બ્રાઝીલ સમાચારપત્રએ હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે, કંપનીએ સાઉદી અરબ અને ભારતમાં ડીલ મેળવવા માટે વચેટીયાની સેવા લીધી હતી. ભારતના સંરક્ષણ નિયમો અનુસાર આ પ્રકારની ડીલમાં વચેટીયા પર કડક રીતે પ્રતિબંધ છે. બ્રાઝીલના સમાચારપત્ર ફોલ્હા ડિ સાઓ પાઉલોએ લખ્યું હતું કે, કંપનીએ બ્રિટેનમાં રહેનારા એક સંરક્ષણ એજન્ટને ભારતની સાથે ડીલને આખરી રૂપ આપવા માટે કથિત રીતે દલાલી ચૂકવી હતી.
2/4
આ પહેલા સીબીઆઈને એમ્બ્રાયર એરક્રાફ્ટ ડીલની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે, અંદાજે 36.5 કરોડ રૂપિયા કમીશન તરીકે આપવામાં આવ્યા છે. સીબીઆઈનું કહેવું હતું કે, બ્રાઝીલની કંપની સાથે થયેલ ડીલમાં કમીશનની રકમ વિદેશમાં આપવામાં આવી.
3/4
સમાચાર અનુસાર, ભારતીય વાયુ સેનાના ઉપયોગમાં લેવાનારા હોક એરક્રાફ્ટ્સના એન્જિનનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે કંપનીએ આ સીક્રેટ પેમેન્ટ્સ કર્યં. હથિયારોના ડીલર સુધીર ચૌધરીને કંપનીએ આ રકમ ચૂકવી છે. અહેવાલ અનુસાર, હાલમાં લંડનમાં રહેતા સુધીર ચૌધરી પર સંરક્ષણ ડીલને લઈને પહેલા પણ દલાલીનો આરોપ લાગ્યો છે. ભારત સરકારે પણ ચૌધરીને બ્લેક લિસ્ટમાં મુક્યા છે.
4/4
ભારતમાં સંરક્ષણ ડીલને લઈને મોટો ખુલાસો થયો છે કે એક બ્રિટેશ કંપનીએ એજન્ટને અંદાજે 82 કરોડ રૂપિયા આપ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, રોલ્સ રોયસ નામની કંપનીએ ડીલ ફાઈનલ કરવા માટે આ રકમ આપી છે.