આતંકીઓ બચવા માટે સામાન્ય નાગરિકોને ઢાલ બનાવી રહ્યા છે. આતંકીઓએ હવાઇ હુમલાથી બચવા માટે તેલના કુવાઓને આગ લગાવી દીધી હતી. બ્રિટિશ સમાચારપત્ર ધ સનમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે, મહિલાઓના કપડામાં આઇએસના આતંકીઓને મોસુલ બહારથી પકડવામાં આવ્યા હતા.
2/3
નોંધનીય છે કે ઇરાક સ્થિત મોસુલને આઇએસનો ગઢ માનવામાં આવે છે. ઇરાકી અને કુર્દીશ સૈન્ય સિવાય પશ્વિમી દેશોએ અહીં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ચાર દિવસ પહેલા અંતિમ યુદ્ધ છેડી દીધું છે. પોતાના ગઢમાં જ ઘેરાયેલા આતંકીઓએ બચવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
3/3
બગદાદઃ ઇરાકમાં આતંકી સંગઠન ઇસ્લામિક સંગઠનના ગઢ મનાતા મોસુલમાં હાલમાં નિર્ણાયક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે બચવા માટે ઇસ્લામિક સ્ટેટના કેટલાક આતંકીઓ મહિલાઓના કપડા પહેરીને ભાગતા પકડાઇ ગયા હતા. વાસ્તવમાં આઇએસના વડા અબુ બકર અલ બગદાદીએ આદેશ આપ્યો હતો કે આતંકીઓને પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને શહેરની બહાર મોકલી દેવામાં આવે. આ આદેશનો ફાયદો ઉઠાવવા માટે કેટલાક આતંકીઓ મહિલાઓના કપડા પહેરીને ભાગવા લાગ્યા હતા.