શોધખોળ કરો
G-20માં PM મોદી બોલ્યા- જાપાન-અમેરિકા-ભારત એટલે 'જય'
1/4

આ બેઠક એવા સમયમાં થઇ જ્યારે ચીન દક્ષિણ ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદ અને પૂર્વ ચીન સાગરમાં જાપાનની સાથે વિવાદમાં ફસાયું છે. આ બંને ક્ષેત્ર ખનીજ, તેલ અને અન્ય પ્રાકૃતિક સંસાધનોથી સંપન્ન છે. ચીન આખા દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક જમાવે છે અને દાવો કરે છે જ્યારે વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ, અને તાઇવાન આ જળમાર્ગો પર પોતાનો દાવો કરે છે. તેમાં એ સમુદ્રી માર્ગ પણ સામેલ છે જેમાં થઇ દર વર્ષે અંદાજે 3000 અબજ ડોલરના વૈશ્વિક વેપારનું પરિવહન થાય છે.
2/4

આ સિવાય જી-20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળાનાણાં પર પણ ચર્ચા કરી અને તેની વિરૂદ્ધ દુનિયાભરના તમામ વિકાસશીલ દેશોને એક થવાની અપીલ કરી હતી. સાથો સાથ મોદી એ એ ખતરાની તરફ પણ ધ્યાન આપ્યું જેનો સામનો આજે પણ આખી દુનિયા કરી રહી છે. મોદીના મતે તેમાં આતંકવાદ અને નાણાંકીય ગુના બે સૌથી મોટો ખતરો છે.
Published at : 01 Dec 2018 09:22 AM (IST)
Tags :
PM ModiView More
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ





















