શોધખોળ કરો
સુલેમાનીની અંતિમ વિદાયમાં રડ્યું આખુ ઇરાન, દીકરીએ કહ્યુ- અમેરિકાના ખરાબ દિવસો શરૂ
1/5

હમાસના નેતા ઇસ્માઇલ હનિયાદે ઇરાનીઓને સંબોધિત કરતા સુલેમાનીને જેરૂસલમના શહીદ ગણાવ્યા હતા. ઇસ્માઇલે આ સાથે પ્રતિજ્ઞા લીધી હતી કે પેલેસ્ટાઇની સંગઠન સુલેમાનીએ બતાવાયેલા માર્ગ પર ચાલશે અને અમેરિકાના પ્રભાવને ખત્મ કરવાનો પ્રયાસ કરશે.
2/5

નોંધનીય છે કે શુક્રવારે અમેરિકન ડ્રોન અટેકમાં ઇરાનની કુદ્સ ફોર્સના મેજર જનરલ સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદથી ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ છે. ઇરાનના સુપ્રીમ નેતા અયોતુલ્લાહ ખમનેઇની પણ હાજરીમાં જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન અયોતુલ્લાહ રડતા જોવા મળ્યા હતા.
3/5

તેહરાનમાં ભીડને સંબોધિત કરતા સુલેમાનીની દીકરી જૈનબ સુલેમાનીએ કહ્યું કે, તેમના પિતાનું મોત અમેરિકા માટે ખરાબ દિવસો લાવશે. ટ્રમ્પ એમ ના વિચારે કે મારા પિતાની શહીદી સાથે બધુ ખત્મ થઇ ગયું છે.
4/5

સુલેમાનીના ઉત્તરાધિકારી ઇસ્માઇલ ઘાની ખમનેઇ પણ જોવા મળ્યા હતા. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની અને અન્ય મોટા નેતાઓ પણ જનરલ સુલેમાનીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
5/5

નવી દિલ્હીઃ ઇરાની રાજધાની તેહરાનમાં સોમવારે મેજર જનરલ કાસિમ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અમેરિકા વિરુદ્ધ નારા લગાવાયા હતા અને લોકોએ બદલો લેવાની માંગ કરી હતી.
Published at : 06 Jan 2020 08:45 PM (IST)
View More





















