ઇન્ડોનેશિયાની ડીઝાસ્ટર એજન્સીએ જણાવ્યું છે કે ઇન્ડોનેશિયાના એક શહેરમાં આવેલા ભૂકંપ અને સુનામીના કારણે ઓછામાં ઓછા 400 લોકોના મોત થયા છે. એજન્સીએ ભૂકંપ-સુનામીની આ ઘટના બાદ પહેલી વાર મૃતકોના આંકડા જાહેર કર્યા છે. ડીઝાસ્ટર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દ્વીપ પાલૂમાં 356 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
2/3
સુનામી અગાઉ સુલાવેસીના ડોંગાગાલામાં એક કલાકની અંદર બે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. પહેલા ભૂકંપના આછંકાની તીવ્રતા 7.5 રિકટર સ્કેલ નોંધવામાં આવી હતી. જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 6.1 હતી.
3/3
નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં બે શક્તિશાળી ભૂંકપના આંચકા અનુભવયા હતા. દેશના સુલાવેસી વિસ્તારના પાલૂ શહેરમાં ભારે તબાહીના રિપોર્ટ્ સામે આવ્યા છે. ભૂકંપના કારણે ઘણી બધી બિલ્ડીંગ ધરાશયી થઇ છે, જ્યારે સુનામીએ લોકોની પરેશાનીમાં વધારો કર્યો છે. સુનામીની સૌથી વધારે અસર પાલુ શહેરમાં થઈ છે.