આસિફે કહ્યું કે, અમે પરમાણું હથિયાર કોઈ પ્રદર્શનમાં બતાવવા માટે નથી બનાવ્યા. જો એવી સ્થિતિ ઉભી થઈ તો અમે તેનો ઉપયોગ કરશું અને ભારતને નષ્ટ કરીશું. આસિફે કહ્યું કે, જો ભારતે પાકિસ્તાનની હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું તો પાકિસ્તાની વાયુસેના તેનો વળતો જવાબ આપવા માટે તૈયાર છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે, હવે આખું વિશ્વ જાણે છે કે, ભારત કાશ્મીર મુદ્દે સમાધાન માટે એટલું ગંભીર નથી જેટલું પાકિસ્તાન છે.
2/3
તેમણે કહ્યું કે, જ્યારે કાશ્મીરમાં આઝાદીનું આંદોલન સફળ થઈ જશે તો તે ભારતના અંતની શરૂઆત હશે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે, કાશ્મીરના લોકોની કુર્બાની બેકાર નહીં જાય અને જ્યારે કાશ્મીરને આઝાદી મળશે તો ભારત તૂટી જશે અને એક સાથે નહીં રહી શકે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે ભારતની સાથે સંબંધ સુધારવાના પ્રયત્ન કર્યા પરંતુ અમે અમને ભારત તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળ્યો.
3/3
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધારે તેવું નિવેદન આતા પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે બુધવારે આપ્યું છે. આસિફે કહ્યું કે, કાશ્મીરને આઝાદી મળ્યા બાદ ભાર તૂટી જશે. આસિફે એસોસિએટેડ પ્રેસની સાથે વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરના લોકોને પોતાની નૈતિક મદદ આપતું રહેશે.