નવી દિલ્હીઃ વિજય માલ્યાને યૂકેની કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લંડનની કોર્ટે ભારતીય બેંકો દ્વારા 10 હજાર કરોડ રૂપિયા (1.15 અબજ રૂપિયા)થી વધારે રકમ પરત કરાવવા માટે યૂકેની લોસૂટમાં દાખલ કરેલા કેસમાં માલ્યા સામે ફેંસલો સંભળાવ્યો છે.
2/5
જજ હેનશોએ માલ્યાની વિશ્વભરમાં આવેલી સંપત્તિ જપ્ત કરવાના આદેશમાં પણ કોઈ ફેરફાર કરવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરી હતી. પરંતુ થોડી વારમાં જ તેને જામીન મળી ગયા હતા.
3/5
4/5
મંગળવારે પણ ભારતથી માલ્યા માટે માઠા સમાચાર આવ્યા હતા. દિલ્હીની એક અદાલતે ફેરાના ઉલ્લંઘન સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ મામલે માલ્યાની સંપત્તિ કુર્ક કરવાનો નવો આદેશ આપ્યો હતો. આ મામલાની આગામી સુનાવણી 5 જુલાઈના રોજ થશે.
5/5
મામલાની સુનાવણી કરી રહેલા જજ એન્ડ્રી હેનશોએ કહ્યું કે આઈડીબીઆઈ બેંક સહિત તમામ લેન્ડર્સ ભારતીય કોર્ટ વતી આપવામાં આવેલા આદેશને લાગુ કરી શકે છે. કોર્ટે કહ્યું કે, આદેશ માલ્યા પર તેણે દેવાળું ફૂંકેલી કિંગફિશર એરલાઇન્સના 1.4 અબજ ડોલરના ઋણને જાણી જોઈને ડિફોલ્ટ કરવાના આરોપ સંબંધિત હતો.