શોધખોળ કરો
ભારતીય મૂળના નિક્કી હેલી બની શકે છે USAના ભાવી વિદેશપ્રધાન
1/5

જ્યારે ટ્રમ્પના સત્તા હસ્તાંતરણ દળ દ્વારા આ અંગે કોઈ વિશેષ જાણકારી આપવાની ના પાડી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પે ખુદ આ બાબતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેબિનેટ અન્ય નિયુક્તિ માટેની અંતિમ સૂચી એકલા તેમની પાસે જ છે. તો બીજીબાજુ દ.કેરોલિનામાં આ અહેવાલના જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો આ નિર્ણય લેવાય તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જોકે એક રાજનૈતિક વિશ્લેષકે જણાવ્યું હતું ‘વિદેશપ્રધાનનું પદ નિક્કીની વિશેષજ્ઞતા ક્ષેત્રની બહારનું છે. આ માટે તેમણે પહેલા વિદેશ નીતિ, વ્યાપાર અને સંરક્ષણવાદ અંગે અનુભવ મેળવવો પડે તેમ છે.
2/5

નિક્કી હેલીએ પ્રાઇમરી દરમિયાન ફ્લોરિડાના સીનેટર માર્કો રબિયોને સમર્થન આપ્યું હતું અને ગત જાન્યુઆરીમાં પ્રમુખ ઓબામાએ કરેલા સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનની રિપબ્લિકન તરફથી પ્રતિક્રિયા આપતા તેમણે ટ્રમ્પની નિંદા કરી હતી. જોકે સામાન્ય ચૂંટણી પહેલા નિક્કી ટ્રમ્પના સમર્થનમાં આગળ આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પને જ વોટ આપશે.
Published at : 17 Nov 2016 02:21 PM (IST)
View More





















