પાકિસ્તાનનું બેઠકોનું ગણિત... કુલ 270 બેઠક પર ચૂંટણી થઇ બહુમતી માટે 136 બેઠકો જોઇએ. ઇમરાન ખાનની પાર્ટીને 116, ઇમરાન - 116, અપક્ષ - 8, અવામી મુસ્લિમ લીગ -1, PMLQ 4, બલુચિસ્તાન અવામી પાર્ટી 4, ગ્રાન્ડ ડેમૉક્રેટિક એલાયન્સ 2 અને MQM(P) ના ભાગે 6 બેઠકો આવી છે.
2/6
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ઇમરાન ખાને પાંચ બેઠકો પરથી ઇલેક્શન લડ્યું હતું. ઇમરાન 4 બેઠકો છોડવાની સાથે ઇમરાનના બે નેતા 1-1 બેઠકો છોડશે. ત્યારબાદ ઇમરાનની પાર્ટીને 138 બેઠકો બચશે જે બહુમતીથી વધુ છે.
3/6
નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી સહિત આઠ પક્ષો ઇમરાન ખાન સામે સંસદમાં પીએમ ઉમેદવાર ઉભો રાખવાની છે. જોકે, વિપક્ષી દળો તરફથી પીએમ ઉમેદવાર નવાઝ શરીફની પાર્ટીનો જ હશે.
4/6
આ ઉપરાંત ઇમરાનની પાર્ટીનો દાવો છે કે બલુચિસ્તાન નેશનલ પાર્ટી, તહરીક-એ-ઇન્સાનિયત અને જમ્હરિયત વતન પાર્ટી પણ તેની સાથે છે. એટલે 144 બેઠકોની સાથે ઇમરાન ખાન બહુમતીનો દાવો કરી રહ્યો છે.
5/6
ઇમરાન ખાન અત્યારે કોશિશમા છે કે બહુમત માટે નાના દળો અને અપક્ષ ઉમેદવારોને સાથે લાવવામાં આવે. વિપક્ષ તેને આસાનીથી પીએમ નથી બનવા દેવા ઇચ્છતું અને કમાલની વાત તો એ છે કે ઇમરાનને આઉટ કરવા ભુટ્ટોની પાર્ટી અને શરીફની પાર્ટી એકસાથે આવી ગઇ છે.
6/6
નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજનીતિમાં મોટી હલચલ થતી દેખાઇ રહી છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાન પીએમની ખુરશી સુધી પહોંચતો અટકાવવા માટે વિપક્ષી દળો એક થઇ ગયા છે.