નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પીટીઆઇની શાનદાર જીત બાદ ઇમરાન ખાન દેશના આગામી વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે. જોકે જીતની ઔપચારિક જાહેરાત હજુ સુધી થઇ નથી, પણ વલણોને જોતા લાગે છે કે દેશમાં આગામી સરકાર ઇમરાન ખાનની બનશે. નવી સરકારની સંભવિત મંત્રીઓનુ લિસ્ટ સામે આવ્યું છે.
2/5
પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહ મોહમદ કુરેશીને બનાવવામાં આવી શકે છે, જ્યારે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અસર કૈસરને બનાવવામાં આવી શકે છે.
3/5
ઇમરાન સરકારમાં નાણા મંત્રી બનાવવામાં આવી રહેલી અસર ઉમરની પાસે કોઇપણ રાજકીય અનુભવ નથી, તે એક આર્થિક વિશેષણ છે. ચૌધરી સરવર પંજાબ પ્રાંતના પૂર્વ ગવર્નર અને પીટીઆઇ નેતા છે.
4/5
રક્ષા મંત્રી શફાકત મહમદ અને કાયદા મંત્રી ડૉક્ટર શિરેલ મિઝારીને બનાવવાની સંભાવના છે. તેલ મંત્રાલય શહરયાર આફ્રિદીને સોંપવામાં આવી શકે છે. આફ્રિદીને આ ઉપરાંત ગેસ અને કુદરતી સ્ત્રોત મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
5/5
નવી સરકારના સંભવિત લિસ્ટમા ઇમરાન ખાન વડાપ્રધાન બનશે, ઉપરાંત ચૌધરી સરવરને વિદેશ મંત્રાલય, અરદ ઉમરને નાણાં મંત્રાલય અને ફવાદ ચૌધરીને માહિતી મંત્રીનું પદ સોંપવામાં આવી શકે છે. અલી મોહમ્મદ ખાનન આંતરિક બાબતોના મંત્રી બનાવી શકાય છે.