જણાવીએ કે સાઉદી અરબે સપ્ટેમ્બર 2017માં મહિલાઓને કાલ ચલાવવા પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વીઝન 2030 કાર્યક્રમનો ભાગ છે, જેથી અર્થવ્યવસ્થાને ક્રૂડથી અલગ કરી સાઉદી સમાજને ખોલી શકાય. તેમણે જૂન 2018 સુધીમાં આ આદેશને લાગુ કરવાની વાત કહી હતી.
2/8
સાઉદી અરબ વિશ્વનો એકમાત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓ ડ્રાઇવ નથી કરી શકતી. 60થી વધારે વર્ષો સુધી સાઉદીમાં મહિલાઓ માત્ર પ્રવાસી સીટ પર જ બેસતી હતી એટલે કે ખુદ કાર ચલાવી શકતી ન હતી.
3/8
મોટરસ્પોર્ટ કમીશનના અધ્યક્ષ માઈકલ મોટને કહ્યું કે, અલ હમદનું ઉદાહરણ સાઉદીમાં મહિલાઓને મોટરસ્પોર્ટમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા આપશે.
4/8
અસીલે કહ્યું કે, મને પહેલેથી જ રેસિંગ અને મોટરસ્પોર્ટ ખૂબ જ પસંદ હતા. ફોર્મ્યૂલા વન કાર ચલાવવી એવું તો મેં સપનામાં પણ વિચાર્યું ન હતું અને મને લાગતું હતું કે આ બિલકુલ અશક્ય છે.
5/8
અસીલે પહેલા જ સાઉદી અરેબિયન મોટરસ્પોર્ટ ફેડરેશનની પ્રથમ મહિલા સભ્ય બની ચૂકી છે. તેણે સૌથી પહેલા 5 જૂનના રોજ એક ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત E20 ચલાવી હતી.
6/8
અસીલે રૈનોની ટીમના પૈશન પરેડનો હિસ્સો છે. અસીલ અહીં એ જ કાર ચલાવતી જોવા મળી જે કારથી 2012માં અબૂ ધાબીમાં કિમી રાઈકોનેને જીત મેળવી હતી.
7/8
રવિવારે સાઉદી અરબમાં મહિલાઓને સત્તાવાર રીતે સાઉદીના રસ્તા પર ડ્રાઈવિંગ કરવાની મંજૂરી મળી હતી. આ અવસરને યાદગાર બનાવવા માટે ફોર્મ્યૂલા વન ટીમ રૈનોએ અસીલને ફોર્મ્યૂલા વન કાર ચલાવવાની તક આપી.
8/8
નવી દિલ્હીઃ અસીલ અલ-હમદ નામની મહિલાએ રવિવારે હજારો સમર્થકોની સામે રનોલ્ટ ફોર્મ્યૂલા વન કાર ચલાવીને સાઉદી અરબમાં મહિલા ડ્રાઈવિંગ માટે એક નવા યુગની શરૂઆત કરી. ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રી પહેલા લે કોસ્ટેલેટ સર્કિટમાં ફોર્મ્યૂલા વન ચલાવનારી તે પ્રથમ સાઉદી મહિલા બની ગઈ છે.